ગાંધીનગરઃ રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં પહેલી જાન્યુઆરીથી વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉ, ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં વધારો કરવામાં આવ્યો છે. સંચાલકોના કમિશનરમાં રૂપિયા 1.92થી 125 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂપિયા 31 કરોડ તથા આગામી વર્ષે વાર્ષિક ખર્ચમાં 130 કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે. તો NFSA કાર્ડ ધારકોના હિતમાં પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. NFSA કાર્ડ ધારકોને હવે એક જ ભાવે તુવેરદાળ મળશે. અત્યાર સુધી કાર્ડ ધારકોને મળતી દાળના ભાવમાં વધઘટ થતી હતી. પરંતું હવે તમામ કાર્ડ ધારકોને 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જ તુવરેદાળ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.

તે સિવાય રાજ્યના NFSA કાર્ડ ધારકોને રૂપિયા 50 પ્રતિ કિલોના ફ્કિસ ભાવે તુવેર દાળ મળશે. NFSA કાર્ડ ધારકોના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જેનો સીધો લાભ 70 લાખ પરિવારને મળશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવતા પરિવારને રાજ્ય સરકાર દર મહિને રાહત દરે કઠોળનું વિતરણ કરે છે. આ યોજના હેઠળ વિતરણ કરાતી તુવેર દાળના ભાવમાં સમયાંતરે બદલાતા હતા પરંતુ હવે રૂપિયા 50 પ્રતિકિલોના ફિક્સ ભાવે જ દાળનું વિતરણ કરાશે.

તો આ તરફ રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલનું વેચાણ કરતા દુકાનદારોના કમિશનમાં 1 રૂપિયા 92 પૈસાથી લઈને રૂપિયા 125 સુધીનો વધારો કરાયો છે.

<a href="https://ift.tt/3Wj8TeDGZ Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ

ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત

<a href="https://ift.tt/L25K0yPT9 Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ

<a href="https://ift.tt/fZ6jIwb5V Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર

Comments
Post a Comment