ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1040 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 12667 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 84 લોકો વેન્ટીલેટર પર છે. 12583 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1192841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10822 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 14 લોકોના મોત થયા છે.

કોરોનાનો રિકવરી રેટ પણ 98.07 ટકા

બીજી તરફ આજે 2570 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.07 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 14 મોત થયા. આજે 1,58,738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Comments
Post a Comment