Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 1646 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 15972 એક્ટિવ કેસ છે અને 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ ત્રણ જિલ્લામાં નોંધાયા 100થી વધુ કેસ

શનિવાર છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના 100થી વધુ નવા કેસ નોંધ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 546 અને ગ્રામ્યમાં 14 સાથે 560, વડોદરા શહેરમાં 281-ગ્રામ્યમાં 90 સાથે 371, સુરત ગ્રામ્યમાં 70-શહેરમાં 46 સાથે 116 કેસનો સમાવેશ થાય છે.

કયા શહેર-જિલ્લામાં નોંધાયા 10થી ઓછા કેસ

રાજ્યમાંથી અન્યત્ર રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 39 સાથે 96, ગાંધીનગર શહેરમાં 48-ગ્રામ્યમાં 32 સાથે 80, મહેસાણામાં 69, બનાસકાંઠામાં 64, ખેડામાં 38, સાબરકાંઠામાં 32, આણંદમાં 25, ભાવનગર શહેરમાં 12-ગ્રામ્યમાં 5 સાથે 17, મોરબીમાં 16, અમરેલીમાં 15, ભરૃચમાં 14, અરવલ્લી-નવસારી-પાટણમાં 13, કચ્છમાં 12, પંચમહાલમાં 10, દાહોદ-તાપી-વલસાડમાં 9, જુનાગઢ ગ્રામ્યમાં 6-શહેરમાં 3 સાથે 9, સુરેન્દ્રનગરમાં 8, જામનગર ગ્રામ્યમાં ૫-શહેરમાં 3 સાથે 8, નર્મદામાં 4, ડાંગ-દેવભૂમિ દ્વારકામાં 3, મહીસાગરમાં 2, ગીર સોમનાથ-પોરબંદરમાં 1 નવા કેસ નોંધાયા હતા.

કેટલો છે રિકવરી રેટ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 5, વડોદરામાં 4, સુરતમાં 3, ભરૂચ-ભાવનગરમાં 2, મહેસાણા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદમાં 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,795 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3955 દર્દી કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોના રીક્વરી રેટ હવે 97.80% છે.

રસીકરણની શું છે સ્થિતિ

રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ અને 34 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3307 ને પ્રથમ અને 11116 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 16888 ને પ્રથમ અને 62385 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16464 ને પ્રથમ અને 82993 ને બીજો ડોઝ અપાયો હતો. 35302 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે શનિવારે કુલ 2,28,507 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,09,45,564 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Comments
Post a Comment