મહેસાણાઃ વિવિધ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ વચ્ચે ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશકા છે. મળતી માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.

અન્ય પરિક્ષાર્થીઓએ મચાવ્યો હોબાળો:
10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મુદ્દે અન્ય પરિક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ ઉપર કોણે સોલ્વ કર્યા તે અંગે પણ હાલ સવાલ ઉભા થયા છે.

ગુજરાત યુનિવર્સિટીને અપાઈ હતી પરીક્ષા લેવાની જવાબદારીઃ
ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલી વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી. ત્યારે ફરીથી સરકારી ભરતીઓની પરીક્ષામાં પેપર ફૂટવાનો સિલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. કોઈ પણ સંસ્થાને પરીક્ષા લેવાની જવાબાદરી અપાય પણ પેપર ફૂટવાની ઘટનાઓ અટકી નથી રહી. ઉનાવા સેન્ટર પર પેપર લીક થવા અંગે એબીપી અસ્મિતાએ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કલ્પેન વોરા સાથે વાતચીત કરી હતી પરંતુ કલ્પેન વોરાએ આ અંગે સીધી પ્રતિક્રીયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયાનું નવું માળખું કર્યું જાહેર, જુઓ લિસ્ટ

Comments
Post a Comment