અમરેલી: વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ દ્વારા નવી નિમણૂકો કરવામાં આવી રહી છે. ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ તરીકે જેનીબેન ઠુમ્મરની પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધી ગાયત્રીબા વાઘેલા ગુજરાત કૉંગ્રેસના મહિલા પ્રમુખ હતા. જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.

Hon'ble Congress President has approved the proposal of the appointment of Ms. Jenny Virjibhai Thummar as the President of Gujarat Pradesh Mahila Congress with immediate effect. pic.twitter.com/bAtEoSCKW1
— INC Sandesh (@INCSandesh) March 27, 2022

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ દ્વારા નવી નિમણૂકો કરવામાં આવી રહી છે. આ પહેલા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત કૉંગ્રેસમાં નવી નિમણૂકો કરવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવા સંગઠન માળખાની જાહેરાત કરી

ગુજરાત કોંગ્રેસ તેના સંગઠનની યાદી જાહેર કરી હતી. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ હતી. ચૂંટણીના વર્ષમાં વિરોધ પક્ષે તમામ જિલ્લા અને નગરોમાં પાયા મજબૂત કરવા હોય તેમ જથ્થાબંધ ઉપપ્રમુખો, મહામંત્રીઓની નિમણુંક કરી દીધી છે.

કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા પ્રદેશ સંગઠન માળખાનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 75 મંત્રી તથા 25 ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના અર્ધો ડઝન આગેવાનોએ પ્રદેશમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પણ અનેક નિમણુંક કરવામાં આવી છે.

Comments
Post a Comment