AHMEDABAD : આગામી 28 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. આ પરીક્ષા માટે આજે એટલે કે 19 માર્ચથી હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઈ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થી બોર્ડની વેબસાઈટ Gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

ગુજરાતમાં 28 માર્ચથી ધોરણ-10ની પરીક્ષા
આ વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચ થી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. જે પૈકી 30 માર્ચે બેઝીક ગણિત અને 31મીં માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે.

ગયા વર્ષે રદ્દ થઇ હતી પરીક્ષા
શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોના મહામારીના પગલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે પરીક્ષા લેવાઈ નહતી. 2 વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Comments
Post a Comment