Kashmir Files : બૉલીવુડ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને લઈને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ કરમુક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી છે.આ પહેલા મધ્યપ્રદેશ સરકારે કાશ્મીર ફાઇલોને ટેક્સ ફ્રી કરી હતી. ઈન્દોરમાં ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ લોકોને ફિલ્મ બતાવવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. શુક્રવારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ઈન્દોરમાં ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ તેમના માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. હાથમાં ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો રીગલ તિરાહા ખાતે એકઠા થયા હતા અને પછી દેશભક્તિના નારા લગાવતા થિયેટરમાં પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 'ધી કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) March 13, 2022

ટેક્સ ફ્રી કરનાર ત્રીજું રાજ્ય બન્યું ગુજરાત
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે, અને હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવતા જ ફિલ્મ રસિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. ઘણા સિનેમાપ્રેમીઓ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. લોકો પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની પીએમ મોદીએ કરી પ્રસંશા
ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો ઉપરાંત દેશની ઘણી મોટી હસ્તીઓએ પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મની પ્રસંશા કરી છે.

ટ્વિટર પર આ તસવીરો શેર કરતા આ ફિલ્મના મેકર અભિષેક અગ્રવાલે કહ્યું છે કે પીએમ મોદીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મળીને આનંદ થયો. 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશેની તેમની પ્રશંસા અને દયાળુ શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં અમને ક્યારેય ગર્વ થયો નથી. આભાર મોદીજી."

It was a pleasure to meet our Hon’ble Prime Minister Shri. Narendra Modi Ji.
What makes it more special is his appreciation and noble words about #TheKashmirFiles.
We've never been prouder to produce a film.
Thank you Modi Ji 🙏 @narendramodi @vivekagnihotri #ModiBlessedTKF 🛶 pic.twitter.com/H91njQM479
— Abhishek Agarwal🇮🇳 (@AbhishekOfficl) March 12, 2022

ફિલ્મ જોઈને દર્શકો થિયેટરમાં રડી પડ્યાં
આ ફિલ્મની પટકથા 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અમાનવીય વર્તન અને તેમને કાશ્મીરમાંથી કાઢી મુકવામાં આવ્યા તેના પર આધારિત છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને પીડાને જોઈને દર્શકો ભાવુક થઈ રહ્યા છે અને લોકો તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Comments
Post a Comment