Skip to main content

બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલે ગુજરાતથી ભારત પ્રવાસની કરશે શરૂઆત, PM મોદી સાથે કરશે મુલાકાત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણ પર 21 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર આવશે. વડાપ્રધાન તરીકે બોરિસનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહી બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારીક સંબંધો પર અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ  બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટિશ વડાપ્રધાનની આ યાત્રાને યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય –બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેઓ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

UK PM Boris Johnson to visit Gujarat & Delhi this week for the 1st time as PM- as part of the UK’s Indo-Pacific tilt. Meeting with PM Modi will focus on boosting economic, defence, security & tech cooperation in the face of shared global challenges: UK govt

(File photo) pic.twitter.com/ztM1t7qSAq
— ANI (@ANI) April 17, 2022

વ્યાપાર મુદ્દે થશે મહત્વની વાત

આ અગાઉ મેચ 2021માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને 2030ના રોડમેપ પર વાત થઇ હતી. આ રોડમેપ સ્વાસ્થ્ય, જળવાયુ, વ્યાપાર, શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે અને ભારતના સંબંધો માટે એક રૂપરેખા તૈયાર કરે છે. બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધોની સ્થિતિ માટે વ્યાપક રણનીતિક ભાગીદારી વધારવા પર સહમત થયા હતા.

વ્યાપાર કરારની ચર્ચા વચ્ચે આ વર્ચ્યુઅલ બેઠકના મહત્વના પરિણામોમાં બંન્ને દેશો વચ્ચે વ્યાપારને 2030 સુધી ડબલ કરવા પર સહમતિ સધાઇ હતી. વર્તમાનમાં બ્રિટન અને ભારત વચ્ચે વાર્ષિક વ્યાપાર લગભગ 23 બિલિયન પાઉન્ડ છે.

બ્રિટન ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન ઇનિશિએટિવમાં સામેલ થશે

ગયા મહિને બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે યુક્રેન પર રશિયન આક્રમણ વચ્ચે " Wider Diplomatic Push" ના સભ્ય તરીકે ભારતની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં વિદેશ સચિવ તરીકે આ તેમની બીજી મુલાકાત હતી અને 13 મહિનામાં વિદેશ મંત્રી તરીકેની તેમની ત્રીજી મુલાકાત હતી. બ્રેક્ઝિટ પછી, બ્રિટન ભારતના ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન ઇનિશિએટિવમાં જોડાશે અને દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ પર મુખ્ય ભાગીદાર બનશે. તે દક્ષિણપૂર્વ એશિયામાં મુખ્ય ભાગીદારો સાથે કામનું સંકલન કરશે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..