ગાંધીનગરઃ આગામી સમયમાં ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ જઈ શકે છે. હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેજં એલર્ટ જાહેર કર્યું છે. તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું.

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થયો છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 34 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 114 પર પહોંચી ગયો છે. 114 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ મોત થયું નથી.
સૌથી વધુ કેસ ગાંધીનગરમાં

ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમદાવાદ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશનમાં 2 અને ગાંધીનગરમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.

આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરત કોર્પોરેશન, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

<a href="https://ift.tt/8BXzqWK યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........

<a href="https://ift.tt/FByI48c 2022: નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ્ડ થયેલા કોહલીએ સ્ટમ્પ ઉપર ગુસ્સો ઉતાર્યો, વીડિયોમાં જુઓ કોહલીનો ગુસ્સો

<a href="https://ift.tt/LjJT4kq Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?

18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ

Comments
Post a Comment