ગાંધીનગરઃ આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારબાદ 6થી 7 વાગ્યાની વચ્ચે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ રાત્રી રોકાણ રાજ ભવનમાં કરશે. બીજા દિવસે એટલે કે 19 તારીખે ગાંધીનગર હેલિપેડથી બનાસકાંઠાની મુલાકાત લેશે. જ્યાં બનાસડેરીમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાત મૂહૂર્તે કરશે અને મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. એક હજાર કરોડના ખર્ચે આ સેંટરનું નિર્માણ થશે. તો 20 એપ્રિલે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના અલગ અલગ પ્રોજેક્ટના ખાતમૂહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે રાજભવનથી દાહોદ જવા રવાના થશે. દાહોદમાં 3.30થી 4.30 સુધીના કાર્યક્રમમાં હાજર રહેશે. જે બાદ દાહોદ હેલિપેડથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જામનગરની મુલાકાત લેશે. તેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પીએમ મોદી વિશ્વના પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેંટરનું ભૂમિપુજન કરશે અને જામનગરમાં બપોરના 1થી 5 એમ 4 કલાક રોકાણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં ભૂમિપુજન થવાનું છે ત્યાં જિલ્લા કલેક્ટર, એસપી , કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી. સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ માટે લગતી વિભાગોને સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરેશિયસના પ્રધાનમંત્રી, વિશ્વ આરોગ્ય સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ, વિવિધ દેશના ડેલિગેટસ આવશે. વડાપ્રધાન મોદીની સુરક્ષા બંદોબસ્તમાં 7 એસપી, 22 ડીવાયએસપી, 60 પીઆઈ, 150 પીએસઆઈ, 1 હજાર જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે. વડાપ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળ પર રાઉંડ ધી ક્લોક પેટ્રોલિંગ પોઈંટ પર જવાનો તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રીના રૂટ પર મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ સુધી બંને તરફ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. જેની બંને તરફ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉભા રહી વડાપ્રધાનનું અભિવાદન કરશે

<a href="https://ift.tt/NsOJ3yH Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો

<a href="https://ift.tt/4Y65FGQ Jayanti: દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો, પથ્થરમારો અને તોડફોડ, ઘણા પોલીસકર્મી ઘાયલ

<a href="https://ift.tt/pRBeYOs Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા

અમદાવાદમાં યલો એલર્ટ યથાવત, બે દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે

Comments
Post a Comment