Gujarat Corona Update: ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં આવેલા કેસના ઉછાળા બાદ આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. 12 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 28 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 8 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આજે કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી.

રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 2, જામનગરમાં 1, આણંદમાં 1, ગાંધીનગરમાં 1 ખેડામાં 1, સુરતમાં 1 અને મહેસાણામાં 1 કોરોના કેસ નોંધાયો છે. આમ 8 જિલ્લાઓમાં કુલ 28 નવા કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં કોરોના સંક્રમણ ફેલાતાં અમદાવાદના કુલ કેસોમાં વધારો જોવા મળ્યો હતો.

આ સાથે રાજ્યમાં આજે કુલ 23 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 9, વડોદરા શહેરમાં 8 દર્દીઓ સાજા થયા છે. ગાંધીનગર શહેરમાં 3, વડોદરા જિલ્લામાં 3 મળીને કુલ 21 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.09 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોના રસીના કુલ 32432 ડોઝ આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં હાલ કોરોનાના 188 એક્ટિવ કેસ છે જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે બાકીના તમામ 187 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 12,13, 490 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10944 મોત નોંધાયા છે.

આ પણ વાંચોઃ

Retail Inflation Data: એપ્રિલમાં 18 મહિનાની સર્વોચ્ચ સપાટી 7.78 ટકાએ પહોંચી મોંધવારી, RBIની લિમીટ કરતાં પણ વધુ

Comments
Post a Comment