Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થશે. હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે. તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.

Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરાશે. હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મુજબ આ વર્ષે ચોમાસુ સામાનય રહી શકે છે. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 27 થી 29 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે.

અમરેલી જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લઈ આજે તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરે તે પહેલાં તકેદારી માટે પૂરતી કામગીરીને લઈ સરકાર સજ્જ છે. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વલસાડના હાલર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીઓ નીચે પડી રહી છે. તો ફળ માખીનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને લઈ નુકસાનીની ભીતી વધી છે.

Comments
Post a Comment