Junagadh : જૂનગાઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક ગામમાં બે સિંહો લટાર મારતા દેખાયા. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહો ગામની શેરીમાંથી નીકળતા દેખાયા હતા. બે સિંહો ગામમાં લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ગીર જંગલની આસપાસના ગામોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય માનવામાં આવે છે. શિકારની શોધમાં વનરાજ ગામડાઓમાં પ્રવેશે છે અને પશુનું મારણ કરતા હોય છે.

જૂનાગઢ : મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહોની લટાર pic.twitter.com/hsKfDmzyVL
— ABP Asmita (@abpasmitatv) May 28, 2022

ગીર ગઢડામાં એક સાથે 11 સિંહ દેખાયા હતા
થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ 11 સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું ન હતું, પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે. એક સાથે 11 સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જુઓ આ વિડીયો

ગીર સોમનાથના ગીર ગઢડામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાતા #GirSomnath #Gir #Lion #AsiaticLion #Gujarat pic.twitter.com/zLTPCQyzWv
— ABP Asmita (@abpasmitatv) May 22, 2022

ગીરમાં સિંહોની સંખ્યા વધી
ગુજરાતના ગીર અભયારણ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. હાલમાં અભ્યારણમાં 736 સિંહો હોવાનો અંદાજ છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે સિંહોની ગણતરી કરવામાં આવી હતી. તેના આધારે સિંહોની સંખ્યા વધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Comments
Post a Comment