અમદાવાદ: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના મંત્રી હાજી જુમા રાયમાએ રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરને રાજીનામું મોકલ્યું છે. તેમના રાજીનામા અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજસ્થાન કોંગ્રેસના નેતા પ્રમોદ શર્મા સામે કાર્યવાહી ન થતા જુમા રાયમાએ રાજીનામું આપ્યું છે. નોંધનિય છે કે, પ્રમોદ શર્માએ ભાજપના પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં રેલી યોજી હતી. પ્રમોદ શર્મા સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા જુમા રાયમાએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સમક્ષ પ્રમોદ શર્મા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને પ્રભારી સમક્ષ પણ કાર્યવાહી મામલે માગ કરી હતી.

કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત
GANDHINAGAR : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પુરજોશમાં તૈયારી શરૂ છે.ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની 107 વિધાનસભા બેઠકો પરના પ્રભારીની જાહેરાત કરી દીધી છે. તો કોંગ્રેસે પણ ઝોન વાઈઝ બેઠકો શરૂ કરી દદીધી છે. સૌ કોઈ જાણવા માંગે છે કે 2022ની વિધાનસભા સભા ચૂંટણનું પરિણામ શું આવશે? કોણ જીતશે અને કોણ મુખ્યમંત્રી બનશે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા તેમજ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે.

કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી ?
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ એકે નિવેદનમાં જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્યમંત્રી બનશે. જીતુ વાઘાણી ભવિષ્યવાણી કરતા કહ્યું કેજનતા અમને આશીર્વાદ આપતી હોય છે, તેમ અમને 2022માં પણ જનતા આશીર્વાદ આપશે તે નક્કી જ છે. 2017માં પણ કહ્યું હતું અને 2022 મા પણ હું કહું છે કે અમારી જ સરકાર બનશે અને ભુપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી બનશે. જીતુ વાઘાણીના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું વંટોળ ઉભું થયું છે. તો કોંગ્રેસે આ નિવેદન અંગે જીતુ વાઘાણી પણ પ્રહાર કર્યા છે.

આ મતદારોનું અપમાન : કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જીતુ વાઘાણીના આ નિવેદન અંગે પ્રહાર કરતા કહ્યું કે આ નિવેદનથી જીતુ વાઘાણીએ ગુજરાતના મતદારોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું આ જીતુ વાઘાણી નહીં પણ ભાજપનું ઘમંડ બોલે છે. મુખ્યમંત્રી, ધારાસભ્ય અને સાંસદ કોણ બનશે એ જનતા નક્કી કરશે.

Comments
Post a Comment