ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. બીજી તરફ 190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. આજે નોંધાયેલા કોરોના કેસ બાદ રિકવરી રેટ 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,638 ડોઝ અપાયા હતા.

કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ, વડોદરા શહેરમાં 39 કેસ, સુરત શહેરમાં 45 કેસ, રાજકોટ શહેરમાં 17 કેસ, ગાંધીનગર શહેરમાં 10 કેસ, ભાવનગર શહેરમાં 11 કેસ, જામનગર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો સુરતમાં 12, વલસાડમાં 8 કેસ નોંધાયા છે.

Comments
Post a Comment