Gujarat Corona Update : ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 420 કેસ નોંધાયા છે.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે નોંધાયેલા420 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 156, સુરત શહેરમાં 79, વડોદરા શહેરમાં 59, મહેસાણા 17, ગાંધીનગર શહેર 14, સુરત 13 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.

256 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2463 થયા

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 256 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,719 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2463 થયા છે, જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2461 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.

Comments
Post a Comment