ગાંધીનગરઃ વિશ્વમાં ઉભી થયેલી સેમિ કન્ડક્ટરની અછત વચ્ચે ચિપના ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત કરી હતી. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે પોલિસીની જાહેરાત કરનારા ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું. સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન માટે ધોલેરામાં IMSની સ્થાપના કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં ભારત સરકારે પણ 76 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.જો કે આ પોલિસી જાહેર થતાં જ ગુજરાત ચિપના ઉત્પાદનનું હબ બની શકે છે.
Taking an important step towards realizing 'Atmanirbhar Gujarat for Atmanirbhar Bharat' vision, Gujarat announces the country's first 'Gujarat Semiconductor Policy 2022-27'.
— CMO Gujarat (@CMOGuj) July 27, 2022
રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી હતી. સરકારે દાવો કર્યો હતો કે આ પોલિસીના કારણે આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જન થશે. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગો માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એક નવું સેમિકોન સિટી વિકસાવાશે.
With an aim to make Gujarat a Semiconductor Hub, Hon’ble CM Shri @Bhupendrapbjp launches Gujarat Semiconductor Policy 2022-27, the first-of-its-kind in India, for providing assistance to semiconductor and display manufacturing facilities in the State. pic.twitter.com/eF4Bmbb2xk
— CMO Gujarat (@CMOGuj) July 27, 2022
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફ્રમેશન ટેક્નોલોજી મંત્રાલયના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પેટર્ન પર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઈ.એમ. નોડલ એજન્સી તરીકે કાર્યરત કરાશે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના ૪૦ ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન ખાતે ધોલેરા સેમિકોન સીટીમાં સ્થાપનારા અને પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ ૨૦૦ એકર જમીન ખરીદી પર ૭૫% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલ અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન પર ૫૦% સબસિડી અપાશે.
Under this policy, Dholera Semicon City within Dholera Special Investment Region will be developed as a preferred destination for investments. The new Semiconductor Policy of Gujarat aims to generate atleast 2 lakh new jobs in next 5 years.
— CMO Gujarat (@CMOGuj) July 27, 2022
આ પોલિસી અંતર્ગત મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય સરકાર આપશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી પણ જાહેર કરવામાં આવી છે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.
આ પોલીસી અંતર્ગત તમામ પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા ૧૨પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે ૧૦ ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. પોલીસી અંતર્ગત, પાત્ર પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી ૧૦ વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂપિયા ૨ ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, ૧૯૫૮ હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે. આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/વેચાણ/ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ ૧૦૦% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઑ ઝડપી રીતે મળી રહે તે માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે.
Comments
Post a Comment