Botad : ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયૉ છે અને 7થી વધુ લોકોના મોટ થયા છે. બોટાદ અને ધંધુકામાં ઝેરી દારૂ પીવાથી 7થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં 7 મૃતદેહ આવ્યાના સમાચાર છે. લઠ્ઠાકાંડથી મૃત્યુ થતા બીટેડ અને ધંધુકામાં હાહાકાર મચી ગયો છે. મોતનો આંકડો વધી શકે છે. તો સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.

7થી વધુના મોત, આંકડો વધી શકે છે
આ લઠ્ઠાકાંડમાં 7 થી વધુના મોત થયાના સમાચાર છે. બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં 7 મૃતદેહ આવ્યાના સમાચાર છે. હજી આ આંકડો વધી શકે છે.

રોજીદના 9 લોકોને ભાવનગર લઇ જવાયા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડના દર્દીઓને ભાવનગર લઇ જવામાં આવ્યા છે. રોજીદ ગામના 9 લોકોને108 મારફતે તમામને ભાવનગર સર.ટી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બે લોકો ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આ 9 લોકોમાં વિનુભાઈ હનુભાઈ ખોદડા બલવંત ભાઈ, શાંતિ ભાઈ, અનિલભાઈ બળદેવભાઈ, દેવજીભાઈ નાનુભાઈ અને ભુપતભાઇ જીમાભાઈ વિરગામા નામના પુરુષોનો સમાવેશ થાય છે.

રોજીદના સરપંચે પોલીસને કરી હતી જાણ
મળતી માહિતી મોજબ બોટાદના રોજીદ ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમા અનેક વાર મૌખીક રજુઆત અને અરજી આપી હતી. તેમને સ્થાનિક બુટલેગરો દારૂનું બેફામ વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઇ પણ પગલામા આવતા ન હતા અને પોલીસની નિષ્ક્રીયતા અને ઉપર અધિકારીઓની પણ નિષ્ફળતા હતી, જેથી એમને આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરતા આવે ત્વરિત પગલામા ભરવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો :

BOTAD : બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ માટે SITની રચના, FSLની પણ મદદ લેવાશે

Comments
Post a Comment