Gujarat Monsoon: ગુજરાતાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. વરસાદના કારણે આજે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. આબુ-અમદાવાદ હાઈવે માર્ગ પાણી પાણી થયો છે. બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકી દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે હાઇવે માર્ગ સ્વીમીંગ પુલમાં ફેરવાયો છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

છેલ્લાં 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કવાંટમાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, તારાપુરમાં 1.75 ઈંચ, કલોલમાં 1.5 ઈંચ, અમરેલીમાં 1.5 ઈંચ, હિંમતનગરમાં 1.5 ઈંચ, અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ, ભિલોડામાં 1.5 ઈંચ, ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ, દિયોદરમાં 1.5 ઈંચ અને માણસામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસશે. આજે રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદ મન મૂકીને વરસશે.

આ પણ વાંચોઃ

Gujarat Hooch Tragedy: અલ્પેશ ઠાકોરે લીધી રોજીદ ગામની મુલાકાત, મૃતકોના પરિવારો રડી પડ્યાં

<a href="https://ift.tt/haQSYCL Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

<a href="https://ift.tt/eoLF9zW Hooch Tragedy: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર

<a href="https://ift.tt/7wEd0I9 Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત

<a href="https://ift.tt/4e1AHMg Hooch Tragedy Update: લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ દારૂબંધી હટાવવાની કરી માંગ ? જાણો વિગતે

Comments
Post a Comment