મોરબી: મોરબીના માળીયા તાલુકાના વર્ષામેડી ગામમાં યુવક તણાયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર વર્ષામેડી ગામે કોઝવે પરથી વરસાદી પાણીમાંથી પસાર થતા સમયે યુવક તણાયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝ વે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે યુવતે કોઝ વે પસાર કરતા તે તણાયો હતો.

મોરબીના માળીયાાના વર્ષામેડી ગામમાં કોઝ વે પસાર કરતા સમયે યુવક તણાયો, જુઓ વીડિયો pic.twitter.com/gfKAfnayuy
— ABP Asmita (@abpasmitatv) August 25, 2022

સદનસીબે યુવકે વીજ પોલ પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. બાદમાં સ્થાનિક તરવૈયાઓ એ યુવકને પાણીમાંથી બહાર કાઢતા યુવકનો જીવ બચ્યો હતો.

વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો

વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો થયો છે. બાપોદ અને કપુરાઇ બ્રિજ પાસે ઢોર પાર્ટીની ટીમ ગઈ હતી જ્યાં મહિલાઓએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં દાંતરડા અને પથ્થર સાથે હુમલો કરાયો હતો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઢોર પાર્ટીએ પકડેલા ત્રણ ઢોરમાંથી 2 ઢોર મહિલાઓ છોડાવીને લઈ ગઈ હતી. શરૂઆતમાં ઢોર પાર્ટીનો વિરોધ પશુપાલકો પુરુષોએ કર્યો હતો પરંતુ બાદમાં મહિલાઓને આગળ કરી હોવાનો આરોપ છે. જો કે હાલ તો કોર્પોરેશને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આ તરફ કપુરાઇ બ્રિજ પાસે પણ મોડી રાત્રે 2 વાગે પશુ માલિકોએ ઢોર પાર્ટીની ટીમ સાથે બબાલ કરી હતી.

ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે

<a href="https://ift.tt/9XTauFQ A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન

<a href="https://ift.tt/YzMcevH India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો

<a href="https://ift.tt/k2zq5Jw CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ

<a href="https://ift.tt/UcJOg7K Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ

Comments
Post a Comment