SURENDRANAGAR : ધ્રાંગધ્રા APMCમાં સિઝનના પ્રથમ કપાસ અને મગફળીનો ભાવ સૌથી ઉંચો મળતા ખેડૂતોમાં આનંદ, જાણો એક મણ કપાસના કેટલા રૂપિયા અપાયા

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ (Dhrangadhra APMC)માં સીઝનના પ્રથમ કપાસનો ભાવ ઉંચો બોલાતા સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા દ્વારા ખેડૂતોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું.

એક મણ કપાસના રૂ.7777 મળ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ (Dhrangadhra APMC)માં સીઝનના પ્રથમ કપાસનો ભાવ એક મણના રૂ.7777 મળ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. આટલો મોટો ભાવ બોલાતા સમગ્ર જિલ્લામાં ખેડૂતોને ખુબ ખુશી થઈ હતી. આ ઉપરાંત ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ (Dhrangadhra APMC)માં કપાસ સાથે મગફળીનો ભાવ પણ ઉંચો મળતા ખેડૂતોમાં બેવડો આનંદ છવાયો છે. સિઝનની પહેલી મગફળીના ભાવ રૂ.1751/- સુધી ઉંછે જતાં ખેડૂતોમાં ખુશ વ્યાપી છે.

દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર
છોટા ઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. સરકારે સર્વે કરીને નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જો કે દોઢ મહિનો થવા છતાં છોટા ઉદેપુરના ખેડૂતોને અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર નથી મળ્યું, જેના કારણે ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં ગત 10 અને 11 જુલાઈના રોજ આકાશી આફત વરસી હતી અને મુશળધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં મોટાપાયે ખેતીમાં નુકસાન થયું હતું. ખેડૂતોનો મહામુલો પાક પાકે એ પહેલાં જ ધોવાઈ ગયો.

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલ ખેતી નુકસાનની વાત કરીએ તો જિલ્લામાં અંદાજીત રૂપિયા 51 કરોડનું નુકસાન થયું છે. જિલ્લામાં 51,580 હેકટરમાં 33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું છે. જેમાં બોડેલી તાલુકામાં 19133 હેકટર, સંખેડા તાલુકામાં 14203 હેકટર, કવાંટ માં 10645, જેતપુરપાવી 5154, નસવાડી 1501 અને છોટાઉદેપુર તાલુકામાં 944 હેકટર જમીનમાં ખેતીને નુકશાન થયું છે.

આ પણ વાંચો :

CHHOTA UDEPUR : દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર, ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

CRIME NEWS : ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા, ત્રણ સંતાનો માં વિહોણા બન્યા

Reliance Jio 5G : મુકેશ અંબાણીએ AGMમાં કરી મોટી જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે 5G સર્વિસ

Comments
Post a Comment