Tarnetar Fair 2022 : આવતીકાલથી શરૂ થશે સુરેન્દ્રનગરનો પ્રખ્યાત તરણેતરનો મેળો, સાથે 17મોં ગ્રામીણ ઓલમ્પિક યોજાશે

Tarnetar Fair 2022 : આવતીકાલથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો શરૂ થઇ રહ્યો છે. આ સાથે જ આ મેળા દરમિયાન 17મોં ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાશે. તરણેતરનો ભાતીગળ મમેળો રસીકજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ 2004થી તેમાં ગ્રામીણ ઓલિમ્પિકનું નવુ પરિમાણ ઉમેરાયુ છે. જેમાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કુદ અને લંગડી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાય છે.

ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની પણ સુવિધા
સરકારે મેળામાં દેશી રમતોનો સમાવેશ કરી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આ રમતોમાં ભાગ લેવા માટો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. રમતવીરોને પ્રોત્સાહિત કરવા રુપિયા બે લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવ ખેલાડીઓના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક સાંપડે છે.

ગ્રામીણ ઓલમ્પિકમાં આ રમતોનો સમાવેશ કરાયો
તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

ભાઈઓ માટેની રમતો
આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબીદોડ (4 X 100 મીટર રીલે દોડ), લાંબી દોડ 3000 મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી , ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે.

બહેનો માટેની રમતો
જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ, (4X100 મીટર રીલે દોડ), 3000 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

CHHOTA UDEPUR : દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર, ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

CRIME NEWS : ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા, ત્રણ સંતાનો માં વિહોણા બન્યા

Reliance Jio 5G : મુકેશ અંબાણીએ AGMમાં કરી મોટી જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે 5G સર્વિસ

Comments
Post a Comment