Skip to main content

PM Modi Gujarat visit: આ તારીખે પીએમ મોદી બનશે સુરતના મહેમાન, રૂ. 3400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસ આવશે. તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ / બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ

સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂપિયા 9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-1 અને ફેઝ-2 સંબંધિત રૂ.400 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે.

રૂ.139 કરોડના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે.આ બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે.

અહીંયા કુલ 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ રોપવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કીપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..