
<p>PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. વડાપ્રધાન ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. આજે સવારે સવા 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે અને સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે લિંબાયત હેલિપેડ જવા રવાના થશે. લિંબાયતથી 3 હજાર 400 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. ડ્રીમ સિટીના ૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.</p>
Comments
Post a Comment