Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા અને મતદાન પહેલા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અત્યાર સુધી મોટી મોટી સભાઓ અને ગામડાઓ જઈને બેઠકો કરતા નેતાઓ હવે એક સાથે શક્તિ પ્રદર્શન થકી પ્રચાર કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, મોટા સાહેબ ને ટીવીમાં જોજો બોલે એ બતાવે છે ખુરસીઓ ખાલી.. જીભ થોથરાય છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, અમે સરકારમાં આવીશું તો 3 લાખ ખેડૂતોનું દેવું માફ કરીશું, 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ અવિકસિત વિસ્તારમાં કોંગ્રેસ બનાવશે. 30-30 વખત ભાજપે પેપર ફોડ્યા છે, નક્કી કર્યું છે ભાજપે અહીં બેઠા એમાંથી કોઈને નોકરી નહીં આપે, 10 લાખ નોકરી આપવાનું કોંગ્રેસ જાહેરાત કરે છે, 4 લાખ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમને આપવામાં આવશે. સરકારી નોકરીમાં કોરોનાથી જે મરી ગયું હોય તેના પરિવારમાંથી સરકારી નોકરી આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ઈન્દિરા રસોઈ યોજના જેમાં 8 રૂપિયામાં ભરપેટ જમવાનું આપશે, આ કોંગ્રેસ વાત કરે છે.

ભાજપ હિન્દુ મુસલમાન.. સ્મશાન કબ્રસ્તાન એવી વાત કરે છે. ચૂંટણી કમિશન અહીં હાજર હોય તો સાંભળો અમારી પરમિશન વાળી મિટિંગ છે. અમે બાબા સાહેબ મૂર્તિને ફૂલહાર કરી આવતા હતા તો ભાજપને રેલી આવી રહી હતી. આદિવાસીને આદિવાસી સાથે લડાવાની ષડ્યંત્ર કરે છે ?

1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન

કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર

સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા

મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર

રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી

જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર

જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ

ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના

અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા

ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ

બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ

નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)

ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર

સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST

તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)

ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)

નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)

વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)

13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.

Comments
Post a Comment