Gujarat Election 2022: આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુરાતની 89 બેઠક પર મતદાન થશે. ચૂંટણી વચ્ચે થોડા દિવસ પહેલા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા વચ્ચેના વિવાદનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સાંસદે કહ્યું હતું કે મારુતિસિંહ 5 વિધાનસભા જીતવા માટે ખાંડ ખાતા હોઈ તો ભૂલી જજો. જે બાદ આજે સાંસદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે મારે અને મારુતિસિંહ તથા પ્રકાશ દેસાઈ સાથે કોઈ વિવાદ નથી.

સાંસદે શું લખ્યું ફેસબુક પોસ્ટમાં

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાજી તેમજ પ્રકાશભાઈ દેસાઈ સાથે મારો કોઈ વિવાદ થયેલ નથી અમે બધા પાર્ટીના આગેવાનો નેત્રંગ કાર્યાલયમાં એકત્રિત થયા હતા ત્યાં ઉમેદવારોના રેલીના રૂટને લઈને ચર્ચા થઈ હતી. અમે પ્રમુખશ્રી સાથે જંબુસર વિધાનસભા, વાગરા વિધાનસભા, ભરૂચ વિધાનસભા,અંકલેશ્વર વિધાનસભા, ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાઓ જીતવા માટે જિલ્લાના આગેવાનો સાથે રહીને કાર્યક્રમો કરીએ છીએ. નેત્રંગ/જંબુસર માં પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ તથા વાગરા ખાતે માનનીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ નો કાર્યક્રમ તેમજ અન્ય કેન્દ્રના નેતાઓની મોટી સભાના કાર્યક્રમો જિલ્લા પ્રમુખશ્રી ની આગેવાની માં અમે સફળ બનાવ્યા છે અને આ તમામ વિધાનસભાઓ જીતવા માટે અમે સખત પરિશ્રમ અને સખત મહેનત કરી રહ્યા છીએ. મારા અને મારુતિસિંહ અટોદરિયાજી વચ્ચે કોઈ નારાજગી નથી જેની સૌ કાર્યકર્તાઓએ નોંધ લેવી અને ચૂંટણી ના કામે લાગી જવા સર્વે કાર્યકર્તાઓને મારી અપીલ છે.

1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન

કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર

સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા

મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર

રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી

જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર

જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ

ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના

અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા

ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ

બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ

નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)

ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર

સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST

તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)

ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)

નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)

વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)

13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.

Comments
Post a Comment