Skip to main content

Gujarat: આવતીકાલે વર્ગ-3 જૂનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા, 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આપશે પરીક્ષા

ગાંધીનગરઃ કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાશે. જેને માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે.

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું છે. જેને લઈને જિલ્લા સ્તરે પરિષદ દરમિયાન કોઈ કચાશ બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.

રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહેશે. 70 હજાર જેટલા વિવિધ વિભાગના કર્મચારીઓ આ પરીક્ષાની કામગીરી સંભાળવાના છે. તો તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે.

Ahmedabad: અમદાવાદના સ્ટ્રીટ વેન્ડરોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા પોલીસે શરુ કર્યો 'May We Help' પ્રોજેક્ટ, બેંકના અધિકારીઓ પણ આવ્યા મદદે

અમદાવાદ: રાજ્યનું ગૃહ વિભાગ સામાન્ય જનતાને વ્યાજખોરીના વિષમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ રાત એક કરીને લોકો વચ્ચે તેમની સમસ્યા સાંભળી રહ્યું છે. જેનાં ભાગરુપે અમદાવાદ શહેર પોલીસ પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર પાસે જઈ વ્યાજખોરોની માયાજાળમાંથી બહાર લાવવાનું અભિયાન હાથ ધર્યું છે.

રાજ્યભરમાં વ્યાજખોરોના આતંકથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે મેગા ડ્રાઇવ ચલાવી રહ્યું છે. રાજ્યભરમાં વ્યાજખોરો સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અત્યાર સુઘી 47 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં હવે શહેર પોલીસ દ્વારા સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારી, પાથરણાં વાળા, ટી સ્ટોલ ધારકો કે જેઓ રોજ કમાઈને ખાય છે. તેઓ વ્યાજખોરોની ચુંગલમાં ન આવે અને નિર્ભય બની વેપાર કરે તે માટે 'મે વી હેલ્પ' નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.

આજથી 3 દીવસ સુધી અમદાવાદ શહેરના તમામ 48 પોલીસ સ્ટેશનના PI, PSI સહિત ડિવિઝન અને ઝોનના અધિકારીઓ તેમનાં વિસ્તારના મુખ્ય પાથરણાં કે લારી ગલ્લા ધારકોને મળી વ્યાજે રૂપિયા ન લઈ, બેન્ક મારફતે અધિકૃત આર્થિક મદદ લેવા માટે પ્રેરિત કરી જાગૃત કરવામાં આવી રહ્યાં છે. બેંકના કર્મચારીઓ પણ ઓન ધ સ્પોટ તેમના દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી લોનની સહાય અંગે માહિતગાર કરી લોન આપવા માટેના ફોર્મ પણ ભરી રહ્યાં છે. રસપ્રદ બાબતે છે કે આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપી રહી છે.

અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગઇકાલની રેડ બાદ PI અને D સ્ટાફના PSI સહિત તેના સ્ટાફની કરાઈ બદલી કરી નાખવામાં આવી હતી

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..