
<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ નુકસાની જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના રાજ્યમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે પરિણામ સ્વરૂપ દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં કમોસની વરસાદ પડ્યો છે. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં કમોસમી વરસાદ પડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.</p>
Comments
Post a Comment