Skip to main content

Gujarat Weather: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી રહેશે યથાવત, અનેક વિસ્તારોમાં રહેશે ધૂંધળું વાતાવરણ

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે. અમદાવાદમાં બે દિવસ 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. ત્રણ દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. જેને લઈ દિવસે પણ કડકડતી ઠંડી રહેશે. તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે લોકો ઉપરાંત માલઢોરની તકેદારી રાખવા પણ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી. આવનારા 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે કૉલ્ડવેવની આગાહીના પગલે ગાઇડલાઇન પણ જાહેર કરી છે.

માર્ગદર્શિકા જાહેર થઈ

શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો

ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો

દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે

કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.

એકથી વધુ પણ ઢીલા ફિટિંગવાળાં કપડાં પહેરો, એક ભારે કપડાના સ્તરને બદલે નાયલોન અથવા કોટન અને અંદરના ભાગે ઉનના કપડા પહેરો, ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેથી તે પહેરવાનું ટાળવું

કપડા ભીના થાય તો તરત બદલી લેવા. માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો

ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવિડ 19 અને અન્ય શ્વસન સંબંધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો

શરીરનું તાપમાન જાળવી રાખવા ટોપી અને મફલરનો ઉપયોગ કરો, ઇન્સ્યુલેટેડ અથવા વોટરપ્રૂફ શૂઝ પહેરો

તાજો ખોરાક લો, પૂરતી રોગ પ્રતિકારક શક્તિ જળવાય તે માટે વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજી આરોગો

નિયમિતપણે ગરમ પ્રવાહી લેવા, કારણ કે ઠંડી સામે લડવા શરીરનું તાપમાન જાળવી રાખવું પડે છે

તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખો

વૃદ્ધો, નવજાત શિશુઓ અને બાળકોની વિશેષ સંભાળ રાખો અને એકલા રહેતા પાડોશીઓ ખાસ કરી વૃદ્ધોને સમય સમયે મળતા રહો

રૂમ હીટર જેવા હીટિંગ ઉપકરણોનો ઉપયોગ કરવાની સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી રાખો

ધુમાડો બહાર નીકળે તેવી વ્યવસ્થા હોય તો જ બંધ જગ્યાઓમાં કોલસો બાળો, કારણ કે કોલસાનું દહન ઝેરી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન કરી શકે છે, જે વ્યક્તિ માટે ઘાતક છે

દારૂનું સેવન ન કરો. શરાબ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને વાસ્તવમાં રક્તવાહિનીઓને સાંકડી કરે છે જેથી હાઇપોથર્મિયાનું જોખમ વધે છે

ઠંડા પવન લાગવાના લક્ષણો જેમ કે અંગોની નિષ્ક્રિયતા, આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ્સ અને નાકની ટોચ સફેદ અથવા નિસ્તેજ દેખાય તેવા સમયે શરીર પર લાલ ફોલ્લા થઈ શકે છે અથવા ત્વચાનો રંગ કાળો થઈ શકે છે. આ લક્ષણો અવગણવા નહીં, જે ખૂબ ખતરનાક છે. આવા હિમ ડંખના સંકેતો પર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..