ગાંધીનગર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીનો જોર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે ઠંડીનો જોર વધશે તેવી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 23 જાન્યુઆરી બાદ ફરી એકવાર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ શકે છે.

તાપમાનનો પારો વધુ ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર રહેવાની શક્યતા છે. દાહોદનું તાપમાન 8.8 ડિગ્રી સુધી ગગડતાં દાહોદ રાજ્યુનું ઠંડુગાર શહેર બન્યુ છે. તો ગાંધીનગરમાં 9.8 ડિગ્રી અને અમદાવાદમાં નોંધાયું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. . આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે.

Nasal Vaccine: ભારતની પહેલી નેજલ વેક્સીન 26 જાન્યુઆરીએ થશે લૉન્ચ

દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી. ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે.

ભોપાલમાં આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF)માં સ્ટુડન્ડ્સની સાથે વાતચીત દરમિયાન કૃષ્ણા એલાએ બતાવ્યુ કે, નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે.

તાજેતરમાં જ આને લઇને બીજી એક વાત સામે આવી હતી કે નેજલ વેક્સીન તે લોકોને નહીં લગાવવામાં આવે, જેઓ પહેલાથી બૂસ્ટર ડૉઝ લઇ ચૂક્યા છે. આ જાણકારી દેશના વેક્સીન ટાસ્ક ફૉર્સના પ્રમુખ ડૉ.એનકે અરોડાએ આપી હતી. આ એ લોકો માટે છે જેમને હજુ સાવચેતી માટેનો આ ડૉઝ નથી લીધો.

Comments
Post a Comment