Gujarat Weather: રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ, હવામાન વિભાગે આ તારીખે કરી કમોસમી વરસાદની આગાહી

<p><strong><em>Gujarat Weather Update:</em></strong> રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે.29થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 29 તારીખે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ થશે. 30 તારીખે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં કમોસમી વરસાદ રહેશેઅને 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં માવઠું થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ રહેશે.</p>
Comments
Post a Comment