Morbi: રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. વધુ એક યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત થયું છે. મોરબીના હળવદના ગ્રામ સેવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક અશોકભાઈ કણઝારીયા જીલ્લા પંચાયત હસ્તકના કર્મચારી હતા. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટીંગ હતી ત્યારે તબિયત બગડી હતી, જે બાદ સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. અશોકભાઈને બીપી બીમારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

જીલ્લા પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 26 તારીખથી ક્રિકેટ ટુનાર્મેન્ટ શરૂ થવાની હતી, જેને હાલ મુલતવી રાખવામાં આવી છે. હવે આ ટુર્નામેન્ટ 10 થી 15 એપ્રિલ સુધી યોજાશે. આ ઉપરાંત 26 થી 31 માર્ચ સુધી યોજાનાર ટુનાર્મેન્ટ પણ મોકુફ રખાઈ છે.

રાજ્યમાં ક્રિકેટ રમતાં 5 યુવાનોના છેલ્લા દોઢ મહિનામાં મોત

હાર્ટ એટેકથી ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનામાં 6 યુવાનોના મોત થયા છે. જેમાં પાંચ યુવાનોના ક્રિકેટ રમતા અને એક યુવાનનું ફૂટબોલ રમતા સમયે મોત થયું છે. અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, ખરાબ જીવનશૈલી, ડાયાબિટિસ, આલ્કોહોલનું વધારે પડતુ સેવન, સ્મોકિંગ, અને હાઈપરટેન્શનના કારણે યુવાનોમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. ઈન્ડિયન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે, ભારતીયોમાં અન્ય દેશોના લોકોની તુલનામાં 33 ટકા વધારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. અનેક રિસર્ચમાં વાત સામે આવી છે કે, ભારતીય યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા સૌથી વધારે છે. તો જોઈએ કેમ યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.

હાર્ટ એટેકથી બચવા શું કાળજી રાખવી જોઈએ

યુવાનોએ ધુમ્રપાન અને નશિલા પદાર્થથી દુર રહેવું જોઈએ

હાર્ટને હેલ્થી રાખવા ડાયટનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટમાં વધારેમાં વધારે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.

બોડીને એક્ટિવ રાખો. વારંવાર કસરત કરવાનું રાખો

વજન ઓછુ કરવું. જંક ફૂડ ખાવાનું ટાળો

ડાયાબિટિસ, હૃદય રોગ અને હાઈ બીપીથી પીડિત હોવ તો, ડાયટને કંટ્રોલ કરો અને દવાઓનું સમયસર સેવન કરો.

આ પણ વાંચોઃ

Gujarat Assembly: છેલ્લા 2 વર્ષ સરકારે કેટલી ફિલ્મોને આર્થિક સહાય ચૂકવી ?

Comments
Post a Comment