Ahmedabad Atal bridge: સોના કરતા ઘડામણ મોંઘુ: લ્યો બોલો! અટલબ્રિજ પર 80 હજારનો કાચ બચાવવા 4 લાખની રેલિંગ કરાઇ

Ahmedabad Atal bridge: અમદાવાદના અટલબ્રિજની વચ્ચોવચ લગાવવામાં આવેલ પારદર્શક કાચમાં તિરાડો પડતા તેને બદલી નાખવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે કાચવી આસપાસ રેલિંગ કરી દેવામાં આવી છે. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચાર કાચ પૈકી એક કાચ ક્રેક થઈ ગયો હતો, જોકે બાદમાં કાચને બદલી દેવામાં આવ્યો હતો.

કાચ તૂટી જવાની ઘટના ચર્ચાનો વિષય પણ બની હતી. તેવામાં હવે કોર્પોરેશન દ્વારા સતત તેના ભાગરૂપે કોઈપણ પ્રકારની બાંધછોડ રાખ્યા વગર કાચને જ રેલિંગ દ્વારા કવર કરીને તેના પર કોઈ જઈ ન શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. જો કે, નવાઈની વાત એ છે કે, અટલબ્રિજ પર લગાવેલા આકર્ષક કાચની આસપાસ રિવરફ્રન્ટ કોર્પોરેશન તંત્ર દ્વારા જે ગ્રિલ લગાવવામાં આવી છે એનો અંદાજિત ખર્ચ આશરે રૂપિયા 4 લાખ જેવો થયો છે. જેને લઈને લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. લોકો કહી રહ્યા કે, 80 હજારના કાચની જાળવણી માટે 4 લાખની રેલિંગ કરવામાં આવી. આમ સોના કરતા ઘડામણ મોંઘુ થયું હોવાનો ઘાટ સામે આવ્યો.

જોકે મહત્વની વાત એ છે કે બ્રિજની વચ્ચોવચ રાખવામાં આવેલા કાચ અહીં મુલાકાત લેતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતુ. પરંતુ અહીં દિવસોના દિવસે મુલાકાતઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમાંય વળી તહેવારો અને રજાના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને રેલિગ દેવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ભરઉનાળે છવાયો અષાઢી માહોલ

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગની આગાહી બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમા બોપલ વિસ્તારમાં હાલ વરસાદી છાંટા પડ્યા છે. આગામી 3 કલાકમાં શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહેસાણામાં વરસાદી માહોલ

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા, બહુચરાજી, જોટાણા, કડી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. મહેસાણા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળધાર વરસાદ પડ્યો છે. તો બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ રવિ પાક બાદ ઉનાળુ પાક પણ બગાડવાની ભિતી છે. ખેડૂતોના એરંડા, ઉનાળુ બાજરી, જુવાર સહિતના પાક બગડવાની ભીતિ છે.

Comments
Post a Comment