Gujarat Corona Case Update: ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક કેસોમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. જ્યાં પહેલા 300થી 350ની આસપાસ કેસ સામે આવતા હતા ત્યાં હવે 200ની અંદર કેસ સામે આવવા લાગ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં 74 સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 27 કેસ, સુરત શહેરમાં 17 અને સુરત ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.

જુઓ લીસ્ટ

View Pdf

દેશમાં કોરોનાના નવા 9 હજાર કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે (27 એપ્રિલ) જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,355 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 26 લોકોના મોત થયા હતા. દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,424 થઈ ગઈ છે. જો કે આજે ગત દિવસ કરતા ઓછા કેસ સામે આવ્યા છે.

બુધવારે (26 એપ્રિલ) દેશમાં કોરોનાના 9,629 કેસ નોંધાયા હતા. કોરોનાથી 29 લોકોના મોત થયા હતા જેમાં એકલા કેરળના 10 દર્દીઓ સામેલ હતા. આજે જાહેર થયેલા આંકડા બાદ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 57,410 થઈ ગઈ છે. કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. ત્યારબાદ આ આંકડો વધીને 4,43,35,977 થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 220,66,54,444 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 4,358 લોકોને રસી આપવામાં આવી હતી. કોવિડ કેસની કુલ સંખ્યા 4.49 કરોડ પર પહોંચી ગઈ છે.

આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ કેવી છે

અત્યાર સુધીમાં રાજધાની દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે. આગલા દિવસે 1040 નવા કેસ નોંધાયા હતા. હાલમાં અહીં 4708 એક્ટિવ કેસ છે અને કુલ કેસની સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ સિવાય એક દિવસમાં કોવિડ-19ના 498 નવા કેસ નોંધાયા છે. રાજસ્થાનના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 627 નવા કોવિડ કેસ નોંધાયા છે, જેમાં બુલંદશહરમાં એક મૃત્યુ નોંધાયું છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં પોઝીટીવીટી દર 1.63 ટકા છે.

Comments
Post a Comment