Gujarat Riots 2002: અમદાવાદના ચકચારી નરોડા ગામ હત્યાકાંડમાં આજે વિશેષ અદાલત ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમમા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી.

આજે કોર્ટમાં બે આરોપીઓ ગેરહાજર રહ્યા હતા. આરોપી નંબર 30 અને 41 ગેરહાજર રહ્યા હતા. આજે કોર્ટે માયા કોડનાની, બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અદાલતે ચૂકાદો સંભળાવતા જ બહાર જયશ્રી રામના નારા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, 21 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.

શું હતો કેસ?

28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસની તપાસ SIT એ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. ત્યારે વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે બક્ષી મહત્વનો ચુકાદો આપી શકે છે.

૧૮૭ સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી

આ હત્યાકાંડના એક દિવસ પૂર્વે એટલે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર એસ-6 ને સળગાવવામાં આવ્યો હતો. જેમાં 58 મુસાફરો સવાર હતા.પોલીસે તબક્કાવાર કરેલી આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને ૨૬/૦૮/૨૦૦૮ નાં રોજ તપાસ સોંપાઈ હતી. આ સમગ્ર કેસમાં SIT એ વીએચપીના અગ્રણી ડો જયદીપ પટેલ, ડો માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસમાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરીને જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી. કેસમાં કુલ ૫૮ સાક્ષીઓએ બચાવપક્ષે જુબાની આપી હતી.. જ્યારે ૧૮૭ સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી..ત્યાર બાદ તપાસ અધિકારી પ્રવીણ માલની ૨૩.૦૯.૨૦૧૩નાં રોજ જુબાની શરૂ કરવામાં આવી હતી જેમની ઉલટ તપાસ આશરે બે વર્ષ સુધી ચાલી હતી.

Comments
Post a Comment