Gujarat Weather Update: સમગ્ર રાજ્યની જેમ યાત્રાધામ દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દ્વારકાનાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે. પવન અને વરસાદને લઇ યાત્રાધામ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સુના સુના જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ ભારે પવનના કારણે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી અને વરસાદ સાથે બારે પવનનાં કારણે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. પવનની ગતિને લઈને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ જેટી પર ઊભી ન રહી શકતી હોય સહિતનાં કારણોસર બોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ હવામાન સારું થતાં જ ફરી શરું થઈ શકશે.

જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ

જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો, સવારે 10 થી 12 કલાક વચ્ચે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.ધ્રોલમાં એકધારા વરસાદથી કેટલાક રસ્તાઓ પણ પાણી ફરી વાળ્યાં છે. ભર ચોમાસે જોવા મળતા દ્રશ્યો ઉનાળામાં ધ્રોલમાં જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી,પોરબંદર,સુરેન્દ્રનગર,બોટાદ,પાટણ ,મહેસાણા,છોટાઉદેપુરમા પવનની 40 કિમી ઝડપની સાથે વરસાદ વરસવાનો અનુમામ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસતા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ધાંગધ્રા શેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકના હરીપર દુદાપુર ધુમ્મઢ સતાપર નવલગઢ જેગડવા જસાપર વગેરે ગ્રામ્યમાં વરસાદ ધીમી ધારે શરૂ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

મોરબીમાં વહેલી સવારે જ કમોસમી વરસાદ ખાબકતા, ચોમાસા જેવો માહોલ સર્જાયો

મોરબીમાં સવારના વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરવાના દશ્યો સામે આવ્યા છે. શહેરમાં માર્ગો પર પાણી ભરવાના દર્શ્યો સામે આવ્યા છે. શહેરના શનાળા રોડ, લાતી પ્લોટ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

Comments
Post a Comment