રાજકોટ: ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેને લઈ ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ દ્વારા રાજકોટ જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ pic.twitter.com/2GJQFio0tc
— BJP Gujarat (@BJP4Gujarat) June 20, 2023

રાજકોટ જિલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂક

ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ રિલીઝ કરી જણાવાયું છે કે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્‍નાકર પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્‍ટ્ર જોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે સાથે ચર્ચા વિચારણા કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા દ્વારા નીચે મુજબના ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ખોડાભાઈ ખસિયા ઉપપ્રમુખ વીંછીયા, જયેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ ઉપલેટા, ગોવિંદભાઈ રાણપરિયા ઉપપ્રમુખ જામકંડોરણા, પ્રફુલભાઈ ટોળીયા ઉપપ્રમુખ ગોંડલ, બિંદિયાબેન મકવાણા ઉપપ્રમુખ જેતપુર, રાજુભાઈ ધારૈયા ઉપપ્રમુખ રાજકોટ તાલુકા, રીનાબેન ભોજાણી ઉપપ્રમુખ ગોંડલ, રમાબેન મકવાણા ઉપપ્રમુખ જસદણ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હરેશભાઈ હેરભા મહામંત્રી જસદણ, નરેંદ્રસિંહ એમ જાડેજા મહામંત્રી રાજકોટ તાલુકા, રવિભાઈ માકડીયા મહામંત્રી ઉપલેટા તરીકે તેમની નિમણૂક કરાઈ છે.

વલ્લભભાઈ જાપડીયા મંત્રી વીંછીયા, મનોજભાઈ રાઠોડ મંત્રી રાજકોટ તાલુકા, રાજુભાઈ સાવલિયા મંત્રી કોટડા સાંગાણી, વલ્લભભાઈ શેખલિયા મંત્રી રાજકોટ, જસ્મીન પીપળીયા મંત્રી રાજકોટ તાલુકા, વીશાલભાઈ ફાંગલીયા મંત્રી લોધિકા, સીમાબેન જોષી મંત્રી રાજકોટ તાલુકા, વદંનાબેન સોની મંત્રી પડધરી, જ્યારે મનીષાબેન ગોવાણીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Comments
Post a Comment