Gujarat: આજે 22 જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલનો જન્મ દિવસ છે, આજે નીતિન પટેલનો 68મો જન્મ દિવસ છે. નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી આજે કડીમાં કરવામાં આવશે, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહેશે. માહિતી પ્રમાણે આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવ્યુ છે, તેમજ કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવેલુ છે. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી

2024 લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેંદ્રમાં ફરી ભાજપ પ્રેરિત એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા અત્યારથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહીછે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને લોકસભાની ચૂંટણી 2024 માટે પાંચ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે. ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. ઉત્તરપ્રદેશની 2 લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે.

300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી

ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેશભરમાં 300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામા આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ લોકસભાની આગામી ચૂંટણી 300થી વધુ બેઠકો જીતશે. તેમના આ નિવેદનને યથાર્થ કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં પાંચ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ઉતરાખંડની ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

વિજયભાઈ રૂપાણીને દિલ્હી લોકસભાની ત્રણ બેઠકોની જવાબદારી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણીને દિલ્હી લોકસભાની ત્રણ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ, વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે. જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ઉતરાખંડની ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત ભાવનગરનાં સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને પણ લોકસભાની ચૂંટણી માટે અલગ-અલગ રાજયોની બેઠકો માટે જવાબદારી સોંપવામાં આવી છે.

Comments
Post a Comment