Gujarat TET Exam 2023:રાજ્યમાં આજે ટેટની મુખ્ય પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યના 225 કેન્દ્ર પરથી 60 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. પ્રિલીમ પરીક્ષામાં ઉતિર્ણ ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે.

આજે રાજ્યમાં પ્રીલમ બાદ ટેટની મુખ્ય પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા માટે 225 કેન્દ્ર નક્કી કરાયા છે. જે મુજબ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી પ્રિલિમિનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવારો જ આ મેઇન ટેટની પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ 15 જૂનના રોજ જાહેર થયું હતું. આજે પ્રલીમ પાસ થયેલા 60 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે

આ પહેલા લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જે રાજ્યના 8 મહાનગરોમાં લેવામાં આવી હતી. શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી. જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં.

આ વર્ષ પહેલાના તમામ વિદ્યાસહાયકોને મળશે હવે પુરો પગાર,હાઇકોર્ટે કર્યો આદેશ

વર્ષ 2010 પહેલા નિમણુક પામેલા શિક્ષકો માટે સારા સમાચાર છે. હવે આ તમામ શિક્ષકોને પુરો પગાર મળશે. હાઇકોર્ટે આ આદેશને અમલી કરવા આદેશ આપ્યા છે.

વર્ષ 2010 પહેલાના વિદ્યાસહાયકોનો પૂરા પગાર સાથે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવશે.અગાઉ પણ આ મુદ્દે સરકારે પૂરા પગારમાં સમાવેશનો ઠરાવ પસાર કર્યો હતો પરંતુ અમલીકરણ ન થતાં વિદ્યાસહાયકોએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેનો નિર્ણય શિક્ષક તરફી આવતા કોર્ટે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવા આદેશ કર્યાં છે.

352 શિક્ષક-આચાર્યોને સ્કૂલ ઈન્સપેક્ટરની ફરજમાંથી કરાયા મુક્ત

352 શિક્ષક-આચાર્યોને સ્કૂલ ઈન્સપેક્ટરની ફરજમાંથી મુક્ત કરાયા છે. આ ખાલી જગ્યા પર વર્ગ 2ના 400 અધિકારીઓને SIનો ચાર્જ સોંપાયો છે. વિવિધ જિલ્લામાં એજ્યુકેશન ઈન્સપેક્ટરની ફરજ બજાવતા અધિકારીઓ મળીને 400ને ચાર્જ સોપાયો છે.

NVS Recruitment 2023: નવોદય વિદ્યામંદિરમાં નીકળી 7500થી વધુ ભરતી, 1.42 લાખ સુધી મળશે પગાર, જાણો વિગત

નવોદય વિદ્યાલય સમિતિ શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની એક મોટી તક લઈને આવી છે. અહીં 7500 થી વધુ પદો માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારો NVS ની આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા અને પાત્રતા ધરાવે છે તેઓએ છેલ્લી તારીખ પહેલા ઉલ્લેખિત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. આ ભરતી ઝુંબેશ દ્વારા ટીચીંગ અને નોન ટીચીંગ જગ્યાઓ ભરવામાં આવશે.

ખાલી જગ્યા વિગતો

આ ભરતી અભિયાન દ્વારા 7500 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે.

PGT (કમ્પ્યુટર-સાયન્સ) – 306 જગ્યાઓ

PGT (શારીરિક શિક્ષણ) – 91 જગ્યાઓ

PGT (આધુનિક ભારત ભાષા) – 46 જગ્યાઓ

TGT (કોમ્પ્યુટર સાયન્સ) – 649 જગ્યાઓ

TGT (કલા) – 649 પોસ્ટ્સ

TGT (શારીરિક શિક્ષણ) – 1244 જગ્યાઓ

TGT (સંગીત) – 649 પોસ્ટ્સ

સ્ટાફ નર્સ – 649 જગ્યાઓ

કેટરિંગ સુપરવાઈઝર – 637 જગ્યાઓ

ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ – 598 જગ્યાઓ

ઇલેક્ટ્રિશિયન/પ્લમ્બર – 598 જગ્યાઓ

મેસ હેલ્પર – 1297 પોસ્ટ્સ

આસિસ્ટન્ટ કમિશનર – 50 જગ્યાઓ

આસિસ્ટન્ટ કમિશનર (ફાઇનાન્સ) – 2 જગ્યાઓ

લીગલ આસિસ્ટન્ટ – 1 જગ્યા

ASO – 50 પોસ્ટ્સ

અંગત મદદનીશ – 25 જગ્યાઓ

કોમ્પ્યુટર ઓપરેટર – 8 જગ્યાઓ

સ્ટેનોગ્રાફર – 49 જગ્યાઓ

કોણ અરજી કરી શકે છે

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પોસ્ટ અનુસાર અલગ છે. તમારે જે જગ્યા માટે અરજી કરવાની છે તેના વિશે માહિતી મેળવવા માટે તમે અધિકૃત વેબસાઇટ પર આપેલી સૂચનાને ચકાસી શકો છો. અરજી કરવા અને વિગતો જાણવા માટે, તમે NVSની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આ વેબસાઇટનું સરનામું છે – navodaya.gov.in. પગાર પણ પોસ્ટ પ્રમાણે છે, પરંતુ ટીચિંગ પોસ્ટ્સ માટેનો પગાર દર મહિને રૂ. 44,000 થી રૂ. 1,42,000 સુધીનો છે. અન્ય વિગતો માટે રાહ જુઓ અને લેટેસ્ટ અપડેટ્સ જાણવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment