Gujarat Weather Update: બિપરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને મોટી નુકશાની વેઠવી પડી હતી. તો હવે જૂનના છેલ્લા ત્રણ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં જળબંબાકારની આગહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28, 29 અને 30 જૂનના રોજ પડશે અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કરી છે. જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં મહેસાણા,વડોદરા,અમદાવાદ અને ગોધરાનો સમાવેશ થાય છે. તો બીજી તરફ ભાવનગરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 28,29 અને 30 જૂન દરમિયાન 10 ઇંચથી વધુ વરસાદ પડશે. વલસાડ અને આસપાસમાં અતિભારે વરસાદ થશે. નર્મદાના નદી કિનારાના વિસ્તારમાં અતિભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી તેવી પણ આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ થઈ સક્રિય

રાજ્યમાં ચોમાસા માટે ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ છુટા છવાયો વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત - ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે હાલ પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ચોમાસું ઓડિશા સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં 37-38 ડિગ્રી તાપમાન રહી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસા માટે હજુ એક સપ્તાહની રાહ જોવી પડશે. હાલની સ્થિતિને જોતા જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનું આગમન થતાની સાથે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોન એક્ટિવિટીએ મોનસૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી છે. જેના પગલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયે મોનસૂન માટે જે સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી જેના કારણે થી ચોમાસના આગમને લઇને વિલંબ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

Comments
Post a Comment