Gujarat Rain Live Updates: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નવસારીમાં તડકેશ્વર મહાદેવનું મંદિર કાવેરી નદીના પાણીમાં ગરકાવ

ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો.

નવસારી તાલુકામાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 11 ઈંચ વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. સુરતના મહુવામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના બારડોલીમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.

ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદના કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટી સુધી પહોંચી હતી. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 19 ફૂટ વટાવી હતી. કાવેરી નદીના જળ સ્થળ વધતા તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. કાવેરી નદી પર બનાવવામાં આવેલો કોઝ વે પણ પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદના કારણે ચીખલી થી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો.

11 ઈંચ વરસાદથી નવસારીમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આદર્શનગર, શાંતિવન સોસાયટીમાં ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. માછી માર્કેટમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કમેલા રોડ વિસ્તારમાં પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા હતા. લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે.

વલસાડ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાશ્મીરાનગર, ભાગડા ખુર્દ, બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં જબરદસ્ત વધારો થયો હતો.

વલસાડનું હનુમાન ભાગડા ગામ પણ સંપર્ક વિહોણું થયું હતું. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલાયા હતા. મધુબન ડેમમાં રાત્રે 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે. રાતે બે વાગ્યાથી જ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. દમણ ગંગાના કિનારાના ગામોને એલર્ટ કરાયા હતા. દાદરાનગર હવેલી અને વાપી નદીકાંઠાના ગામોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપી અને સેલવાસામાં પણ પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે.

Comments
Post a Comment