
<p><strong>Gujarat:</strong> ગુજરાતમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેન્દ્રીય નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપાઇ છે, શક્તિસિંહ ગોહિલની ગુજરાતની રાજકારણમાં ફરી એન્ટ્રી થતાં જ હવે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસમાં નવા નેતાઓની અવરજવર શરૂ થઇ ગઇ છે. હાલમાં ત્રણ જિલ્લામાંથી આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છે. સુત્રો અનુસાર, રાજ્યમાં ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના 20થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છે, આ નેતાઓમાં આપના જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના નાના મોટા નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામેલ છે. </p>
Comments
Post a Comment