Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત છે, કેટલાય જગ્યાએ વાતાવરણ સૂકુ રહી શકે છે. આગાહી પ્રમાણે, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી, એટલે કે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે, એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઇપણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, વાતાવરણ સૂકુ રહેશે. જોકે, આ દિવસોમાં રાજ્યમાં ડાંગ, વલસાડ, બનાસકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ વાત છે કે, આ વખતે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો છે, એટલે કે છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જોકે, આ સિઝનમાં અત્યાર સુધી કુલ 94.5 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોની માંગ છે કે ત્વરિત વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા બાદ માત્ર એક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર 72 ટકા વરસાદ વરસતા હાલ પરિસ્થિતિ દયનિય બની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે. ચોમાસુ સિઝનનું વાવેતર કર્યાના દોઢ મહિનો પસાર થયો છતાં પણ વરસાદે દસ્તકના દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. એક તરફ આઠ કલાક વીજળી મળતા હાલ ખેડૂતોને પિયત કરવું મુશ્કેલ બન્યું છે.

ખેડૂતોની માંગ છે કે 10 કલાક સરકાર દ્વારા વિજળી આપવામાં આવે તો બીજી તરફ પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા જતા ખેડૂતોને પાણી ખેંચવા ડબલ મોટરનો માર થાય છે. ત્વરિત સરકાર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

જિલ્લામાં ખેડૂતોએ વાવાઝોડા બાદ વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદે વિરામ લેતા હાલ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે. ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ ના આવતા હાલ વાવેતર કરેલો પાક સુકાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ વીજળી અપૂરતી અને આઠ કલાકથી પિયત પણ થઈ શકતું નથી જેને લઈને ખેડૂતોની માંગ છે કે તળાવ ભરવામાં આવે કે પછી કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતોએ માંગ કરી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Comments
Post a Comment