Heatwave in Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે છેલ્લા નવ દિવસમાં એક હજાર 549 લોકો ચક્કર ખાઈને બેભાનવ થયા. આ દર્દીઓને સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુખાવો સહિતની વિવિધ ગરમી સંબંધીત બીમારીના રાજ્યમાં છેલ્લા નવ દિવસમાં સાત હજાર 342 કોલ્સ 108ને આવ્યા. જેમાં ઝાડા ઉલટીને લગતા કેસમાં 32 ટકા અને માથાના દુખાવાની તકલીફમાં એકંદરે 27 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. તો રાજ્યમાં 40 દિવસમાં ગરમી સંબંધીત બીમારાના 108ને 33 હજાર કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 હજારથી વધુ કોલ્સ મળ્યા, જેમાં બેભાન થવાના એક હજાર 815 કેસ, પેટમાં દુખાવાના ત્રણ હજાર 551 કેસ ઈમરજંસી સર્વિસને મળ્યા છે.

જો તમે તમારી જાતને આ ગરમીથી બચાવવા માંગો છો, તો તમારે હંમેશા સૂર્યના કિરણોથી પોતાને બચાવવું જોઈએ, નહીં તો તે તમારા ચહેરા અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તમારે હંમેશા તમારી જાતને સૂર્યપ્રકાશના સંપર્કથી બચાવવી જોઈએ. જો તમે તડકામાં ક્યાંક બહાર જતા હોવ તો તમારે તમારી સાથે ટોપી, ટુવાલ અને ચશ્મા લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તમારે સવારે જ વર્કઆઉટ કરવું જોઈએ. જો તમે તેને વધુ સમય સુધી કરો છો, તો શરીરનું તાપમાન વધી શકે છે અને તમને હીટ સ્ટ્રોકનું જોખમ પણ હોઈ શકે છે. ઘણા લોકો પોતાને સૂર્યના કિરણોથી બચાવવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે.

ઘણા લોકો એવા છે જે ઉનાળામાં પણ ખાલી પેટે ઘરની બહાર નીકળે છે. તમારે ભૂલથી પણ આ ન કરવું જોઈએ, જો તમે આ કરો છો, તો તમે શરીરમાં ખૂબ નબળા પડી શકો છો, તેના કારણે તમને વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે બહાર જતા પહેલા કંઈક ખાવાનું અવશ્ય લો.

બહાર એટલો બધો સૂર્યપ્રકાશ છે કે સારી વ્યક્તિ પણ બીમાર પડી જશે, તેથી ગરમીના મોજાથી બચવા માટે તમારે બહાર જવાનું બિલકુલ ટાળવું જોઈએ. તેને ઘરની અંદર પંખા, કુલર, એસીમાં રાખવું સારું રહેશે.

જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી બપોરે ઘરની બહાર ન નીકળો. બને ત્યાં સુધી કોટન અને હળવા રંગના કપડાં પહેરો. થોડા અંતરે પાણી પીવાનું રાખો, બને તેટલું પાણીમાં ગ્લુકોઝ ઉમેરીને પીવો. હળવું અને ઓછું ભોજન લો, દિવસમાં ઘણી વખત ઓછી માત્રામાં ખોરાક લો. વાસી ખોરાક ક્યારેય ન ખાવો. બાળકોને સૂર્યપ્રકાશમાં રમવા માટે બહાર ન જવા દો. બહાર જતી વખતે તમારા માથા પર ટોપી, ટુવાલ અથવા છત્રી (જે પણ ઉપલબ્ધ હોય) સાથે રાખો.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...
Comments
Post a Comment