
<p>Child Marriage In Gujarat | મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ પહોંચી અને બાળ લગ્ન અટકાવ્યા. પોલીસ સાથે ટીમ પહોંચી. આવેલ જાન લીલા તોરણે પાછી વળી. બાળ લગ્ન અટકાવી અને આ બાબતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી. સગીરા જ્યાં સુધી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા માટેની બાહેધરી લેવામાં આવી. લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને તેમની ટીમ પહોંચતા બાળ લગ્ન અટકાવ્યા. બે બહેનોના લગ્ન હતા પરંતુ તેમાં એક સગીરા હોય જેને લઇ અને તેનું લગ્ન અટકાવવામાં આવ્યું.</p>
Comments
Post a Comment