Gujarat Congress Candidate | ગુજરાતમાં કોંગ્રેસે વધુ 3 ઉમેદવારો કર્યા જાહેર, કોણ ક્યાંથી લડશે ચૂંટણી

<p><strong>Lok Sabha Elections 2024:</strong> લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની 3 સીટો માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આજે જૂનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢથી હિરા જોટવાને ટિકિટ આપવામાં આવી છે. વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.</p>
Comments
Post a Comment