
https://ift.tt/hUls1Me સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંચાલિત ધી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી, જોધપુર(રાજસ્થાન) ખાતે જુલાઇ-2024થી શરૂ થતાં 3 વર્ષના ડિપ્લોમાં ઇન હેન્ડલૂમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તથા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, બ્લોક નં.-7/2, ઉદ્યોગભવન, ઘ-4, સેકટર-11, ગાંધીનગરની કચેરીને તા.10/06/2024 સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનારા ઉમેદવારોએ પોતાનો મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. https://ift.tt/fcHqK5E વેબસાઇટ ઉપરથી ફોર્મ તથા માહિતી ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે 07923259489 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. ડીપ્લોમાં કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઉમેદવારે ધો.10 અંગ્રેજી વિષય સાથે 35% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઇએ, ડીપ્લોમાં કોર્ષમાં બીજા વર્ષમાં (એલ.ઇ.સીસ્ટમથી) પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધો.12 મેથેમેટીક્સ, ફીઝીક્સ અને કેમેસ્ટ્રી વિષય સાથે પાસ અથવા તો કોઇપણ ટેક્ષટાઇલ ડીસીપ્લીનનો વ્યવસાયિક પ્રવાહ સાથે ધો.12 પાસ કે, ધોરણ 10 પાસ સાથે 2 વર્ષ આઇ.ટી.આઇ.નો કોર્ષ કરેલો હોવો જોઇએ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર (અનુ.જાતિ અને અનુ.જનજાતિ સિવાય)ના છાત્રો માટે વય મર્યાદા તા.01/07/2024ના રોજ 15થી 23 વર્ષ હોવી જોઇએ તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ઉમેદવારો માટે 15થી 25 વર્ષની હોવી જોઇએ. બીજા વર્ષમાં (એલ.ઇ.સીસ્ટમ થી) પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર (અનુ.જાતિ અને અનુ.જનજાતિ સિવાય) ની મહત્તમ વય મર્યાદા 25 તેમજ અનુ.જાતિ અને અનુ.જનજાતિના ઉમેદવારો માટે 27 વર્ષની હોવી જોઇએ. ઉમેદવારોએ એલ.સી., માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, ઇડબલ્યુએસ પ્રમાણપત્ર, ડોમીસીલ પ્રમાણપત્ર, કેરેટેક્ટર પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ, રાશનકાર્ડ, ઉપરાંત આઇ.ટી.આઇ.ટી. જોધપુર, રાજસ્થાન દ્વારા ઉપરોક્ત ડિપ્લોમાં કોર્ષને લગતાં કોઇપણ ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવે તો તે ઉમેદવારે રજૂ કરવાના રહેશે એમ જનરલ મેનજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
Comments
Post a Comment