GSEB SSC Result 2024: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ ચકાસી શકશે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અને 74.57 ટકા સાથે પોરબંદર જિલ્લામાં ઓછું પરિણામ નોંધાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ આવ્યું છે. ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારું પરિણામ આવ્યું છે. ધોરણ 10નું ઐતિહાસિક પરિણામ જાહેર થયું છે. 1993થી અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે.

#WATCH | Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) class 10 results announced. Students of The HB Kapadia New High School in Ahmedabad celebrate their results. pic.twitter.com/Wvn89KuKMn
— ANI (@ANI) May 11, 2024

પરિણામ જોવા માટે ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવાની રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11 થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી.

રાજ્યભરમાં 2024માં ધોરણ 10માં કૂલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે રાજ્યભરનું કૂલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,60,451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 78,715 વિદ્યાર્થીઓ પાસ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા નોંધાયું છે.

A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજાર 247 છે. A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 હજાર 893 છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 18 હજાર 710 છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 43 હજાર 894 છે.

C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 34 હજાર 432 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 72 હજાર 252 છે.D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર 110 છે.

પરિણામ કેવી રીતે તપાસવું

પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org પર જાઓ.

અહીં બોર્ડ વેબસાઈટ નામની કોલમ શોધો અને તેના પર ક્લિક કરો.

અહીં હોમપેજ પર તમને એક લિંક દેખાશે જેના પર GSEB SSC પરિણામ 2024 લખેલું હશે, તેના પર ક્લિક કરો.

જલદી તમે આ કરશો, એક નવું પૃષ્ઠ ખુલશે. યાદ રાખો કે આ લિંક પરિણામોના પ્રકાશન પછી દેખાશે.

તમારે આ પૃષ્ઠ પર તમારી વિગતો દાખલ કરવી પડશે. રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.

આમ કરવાથી તમારું પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.

તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.

કોઈપણ વધુ માહિતી અથવા અપડેટ મેળવવા માટે સમય સમય પર આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.

વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકાશે

ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે.

સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો.

અહીં મેસેજ ટાઈપ કરો, મેસેજમાં તમારે તમારો બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે.

આને 6357300971 પર મોકલો.

થોડીવારમાં તમને તમારા ફોન પર WhatsApp પર પરિણામ મળી જશે.

તેને અહીં તપાસો. આ નંબર પર ફોન કરીને પણ પરિણામ મેળવી શકાશે

Comments
Post a Comment