Monsoon: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ? આ ચાર જિલ્લામાં આજથી આંધી-વંટોળની આગાહી, 40 કીમીની સ્પીડે પવન ફૂંકાશે

<p><strong>Gujarat Monsoon:</strong> રાજ્યમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. કેટલાક સ્થળોએ તાપમાનનો પારો હાલના દિવસોમાં 46 અને 47 ડિગ્રી સુધી પણ પહોંચી રહ્યો છે. ત્યારે લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે, જોકે, વરસાદ પહેલા કેટલાક સ્થળો પર વાવાઝોડુ, આંધી અને વંટોળ આવી શકે છે. </p> <p>હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં મે મહિનાની ગરમીથી લોકોને રાહત મળી શકે છે. આગામી મહિને દેશભરમાં વિવિધત ચોસાની એન્ટ્રી થઇ શકે છે. જોકે, આ પહેલા આજથી ગુજરાતમાં કેટલાક સ્થળો પર આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, આજથી રાજ્યના ચાર જિલ્લાઓમાં આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છથી લઇને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળ આવી શકે છે. પાટણ, સુરેન્દ્રનગર પણ આજે આંધી અને વંટોળીની સ્થિતિ રહી શકે છે. આ ચારેય જિલ્લાઓમાં વંટોળ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.</p>
Comments
Post a Comment