
<p> રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે...</p> <p>હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો ૩૦ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p>
Comments
Post a Comment